MS Dhoni Rohit Sharma: 10 IPL મેચ પોતાની ટીમના નામી કરનાર 2 દિગ્ગજ કેપ્ટનના યુગનો અંત

IPL 2024ની સિઝન પહેલા 2 મોટા બદલાવ થયા જેનાથી 2 દિગ્ગજ કેપ્ટન્સના યુગનો અંત આવ્યો છે. આ બદલાવમાં અલગ વાત એ છે કે બંને કેપ્ટનમાંથી એકને કેપ્ટન પદેથી હટાવાયા છે અને બીજાએ કેપ્ટન પદેથી સ્વયં રાજીનામું આપીને તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. આ બંને કેપ્ટન એટલે કે ચૈનઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર ધોની અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા. જેમની કેપ્ટનશીપમાં તેમની ટીમને આઇપીએલ જીતવાનો 5-5 વાર ખિતાબ મળ્યો છે.

રોહિતને બદલે પંડ્યાને સોંપી જવાબદારી
રોહિત શર્માએ 2013 થી 2023 સુધી મુંબઈ ઈન્ડિયન્સનું કેપ્ટન પદ સંભાળ્યું હતું. જ્યારે ધોની 2008ની આઇપીએલની પહેલી સિઝનથી લઈને 2023 સુધી ચૈનઈ સુપર કિંગ્સનું પદ સાંભળ્યું હતું. આ બન્ને કેપ્ટને પોતપોતાની ટીમ્સને 5-5 વાર જીત હાંસલ કરાવી છે. પરંતુ આઇપીલની 2024 ની સિઝન પહેલા રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ ધોનીએ સામે ચાલીને કેપ્ટન પદેથી રાજીનામું આપીને ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન પદ સોંપ્યું છે. પંડયાએ 2022 માં પોતાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સને જીત અપાવી હતી જ્યારે 2023 ની સિઝનમાં ગુજરાત ટાઈટન્સને ફાઇનલ સુધી પહોંચાડયું હતું. જ્યારે ગાયકવાડ પ્રથમ વાર કેપ્ટનના પડે જોવા મળશે.

ધોનીએ જ કેપ્ટન પદ છોડીને ગાયકવાડને કેપ્ટન નિયુક્ત કર્યો
મુંબઈની ફ્રેન્ચાઈઝીએ ટ્રેડ દ્વારા પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો અને કેપ્ટનશિપ સોંપી હતી. બીજી તરફ ચેન્નાઈની ટીમે 2019માં ગાયકવાડને ખરીદ્યો હતો. ત્યારથી તે CSK માટે જ રમી રહ્યો છે. ગાયકવાડ ચેન્નાઈ ટીમના ચોથા કેપ્ટન હશે. આ પહેલા ધોની 212 મેચમાં ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. જ્યારે જાડેજાએ 8 મેચમાં અને રૈનાએ 5 મેચમાં કેપ્ટનશિપ કરી હતી.

સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી:

આ સમગ્ર માહિતી ચૈનઈ સુપર કિંગ્સના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મૂકવામાં આવી હતી. લોકો પોસ્ટ પર કમેંટ કરતાં જોવા મળી રહ્યા છે કે ‘Happy for Rutu but Maahi is an emotion.’ જોકે હવે જોવું એ રહ્યું કે દિગ્ગજ ખેલાડીના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ ઋતુરાજ ગાયકવાડ કેવી રીતે ટીમને સાંભળે છે. અને આઈપીએલ 2024 ની સિઝનમાં ચૈનઈ સુપર કિંગ્સનું પર્ફોમન્સ કેવું રહે છે.

આ સમાચાર પણ વાંચો: IPL પહેલા RCBએ નામ બદલ્યું: નામની સાથે સાથે બીજા ઘણા બદલાવ થયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top