IPL પહેલા RCBએ નામ બદલ્યું: નામની સાથે સાથે બીજા ઘણા બદલાવ થયા

IPL 2024 પહેલા વિરાટ કોહલી સ્ટારર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાનું નામ બદલવાનો સંકેત આપ્યો હતો જે આજે પૂરો કર્યો અને રોયલ ચેલેન્જર્સથી બેંગ્લોરનું નામ હટાવીને બેંગ્લુરુ કરી દીધુ. RCB એ પોતાના સત્તાવાર યુટ્યૂબ ચેનલ પર વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ અને RCB મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાની સાથે ટીમની નવી જર્સીને લોન્ચ કરી અને સાથે જ આ ઈવેન્ટમાં નામને બદલવાનું પણ એલાન કર્યુ. ટીમ મેનેજમેન્ટે શહેરના નવા નામને જોતા ફ્રેંચાઈઝીનું નામ બદલ્યુ છે. જેનાથી ટીમથી વધુથી વધુ ચાહકો જોડાઈ શકે.

શોર્ટ ફોર્મમાં કોઈ ફેરફાર થશે નહીં

બેંગ્લુરુની ફ્રેંચાઈઝીએ યુટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમ દરમિયાન એલાન કર્યુ કે હવે RCBનું નામ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બદલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ હશે. ભારત સરકારે 1 નવેમ્બર 2014એ બેંગ્લોર શહેરનું નામ બદલીને બેંગ્લુરુ કરી દીધુ હતુ. આ વાતને ધ્યાનમાં રાખીને ફ્રેંચાઈઝીએ નામ બદલવાનો નિર્ણય લીધો. RCB Unbox Event 2024 દરમિયાન વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસી અને સ્મૃતિ મંધાનાએ મળીને ટીમના નવા નામનું એલાન કર્યુ.

હાલમાં જ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપમાં RCBની મહિલા ટીમે WPL 2024નો ખિતાબ જીત્યો હતો. વિરાટ કોહલી પણ તે ટીમનો ભાગ બનવા ઈચ્છે છે. તેમણે આઈપીએલ 2024 પહેલા કહ્યુ હતુ કે સૌ જાણે છે કે RCB જ્યારે પણ પહેલી વખત ખિતાબ જીતશે હુ આ ગ્રૂપનો ભાગ રહીશ. હુ આ ફ્રેંચાઈઝીને ચેમ્પિયન બનાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ. મારુ પણ સપનુ છે કે હુ IPL ટ્રોફી જીતવાના અનુભવને અનુભવી શકુ. આશા છે કે અમે જીતનો અનુભવ આ વર્ષે કરી શકીશુ.

RCBએ શું ફેરફાર કર્યા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પહેલો મુકાબલો 22 માર્ચે જ યેલો આર્મી સાથે થશે. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ સાથે થશે. આ પહેલા આરસીબીએ ન માત્ર નામ બદલ્યુ પરંતુ બે મોટા ફેરફાર કર્યા છે. RCBએ પોતાની જર્સી પણ બદલી દીધી અને ટીમનો લોગો પણ પૂર્ણ રીતે બદલી દીધો છે. જર્સી પહેલાની જેમ લાલ છે, પરંતુ આ વખતે ટી-શર્ટની ઉપરના ભાગ પર કાળાના બદલે ડાર્ક બ્લૂનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top