બેંગલુરુનું જળસંકટ અને IPL: જાણો, હવે કેવી રીતે યોજાશે બેંગલુરુમાં IPL

BCCIએ IPL 2024 સિઝનની પ્રથમ 21 મેચનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ સમયગાળા દરમિયાન પ્રથમ તબક્કાની ત્રણ મેચ 25, 29 માર્ચ અને 2 એપ્રિલે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવવાની છે. પરંતુ બેંગ્લુરુમાં છેલ્લા કેટલાક સમયથી જળસંકટના વાદળો ઘેરાયેલા છે. જાણો સમગ્ર વિગત.

કર્ણાટકના 196 તાલુકામાં પાણીનું સંકટ ગંભીર
દેશના આઈટી હબ બેંગલુરુમાં 40% બોરવેલ સુકાઈ ગયા છે. ભૂગર્ભ જળ 1800 ફૂટ નીચે ગયું છે. પાણીના ટેન્કરના ભાવ બમણા થઈ ગયા છે, તે પણ ઘણી વિનંતીઓ પછી જ ઉપલબ્ધ છે. કર્ણાટક સરકારે 240 માંથી 223 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો છે. તેમાંથી 196 ગંભીર રીતે દુષ્કાળગ્રસ્ત હોવાનું કહેવાય છે. રાજ્યના જળ સંસાધન મંત્રી શિવકુમારે કહ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણીનો બગાડ ન થાય તેની પ્રાથમિકતા છે. બ્રુહત બેંગલુરુ મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટી અને બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ આ અંગે તમામ પ્રયાસો કરી રહ્યા છે.

બેંગલુરુમાં પાણીની કટોકટી ઈન્ડિયન પ્રીમિયર લીગને અસર કરશે નહીં
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન (KSCA)એ મંગળવારે જણાવ્યું હતું કે બેંગલુરુમાં પાણીની કટોકટી IPL મેચને અસર કરશે નહીં કારણ કે ચિન્નાસ્વામી સ્ટેડિયમના સુએજ પ્લાન્ટનું પાણીનો ઉપયોગ મેદાનની આઉટફિલ્ડ અને પિચ માટે કરવામાં આવશે. બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સુએજ બોર્ડ (BWSSB) દ્વારા કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન (KSCA) મેનેજમેન્ટ બોર્ડની વિનંતી પર નિર્ણય લેવાયો હતો. અગાઉ પણ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશને જળ સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. BCCIએ IPL 2024 સિઝનની પ્રથમ 21 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન પ્રથમ તબક્કાની ત્રણ મેચ 25, 29 માર્ચ અને 2 એપ્રિલે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવાની છે.

IPL 2024ની 21 મેચનું શેડ્યૂલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 21 મેચનું શેડ્યૂલ ગયા મહિને જાહેર કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીઓને કારણે આ સિઝનનું સંપૂર્ણ શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ સિઝનની પ્રથમ મેચ 22 માર્ચે ચેપોક સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. પ્રથમ તબક્કામાં 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, 17 દિવસમાં 21 મેચ રમાશે, જેમાં 4 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) સામેલ હશે.

આ પણ વાંચો: 12th Science: 31 માર્ચે યોજાશે ગુજકેટની પરીક્ષા, હોલ ટિકિટ સ્કૂલની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top