AI ભરશે પાસપોર્ટનું ફોર્મ; સ્પેલિંગની ભૂલ હશે તો એલર્ટ કરશે, ફોટો સુધારી દેશે અને પેમેન્ટ પણ સરળ બનશે

હવે પાસપોર્ટ અરજીની પ્રક્રિયામાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આગમન થઈ ગયું છે. નવા ફેરફાર મુજબ હવે પાસપોર્ટ અરજી આપતી વખતે અરજદારે પાસપોર્ટ ફોર્મ જાતે ભરવું નહીં પડે. એઆઇ ટેક્નોલોજી જાતે જ અરજદારની વિગતો ડીજી લૉકરમાંથી મેળવીને ફોર્મ ભરી આપશે. પાસપોર્ટ સંબંધિત ઓનલાઇન અરજી માટે ઉપયોગમાં લેવાતા ટીસીએસના સોફ્ટવેરમાં મોટા પાયે ફેરફાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં પ્રથમ વખત વર્ઝન-2 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવશે. તે અંતર્ગત પાસપોર્ટ સેવા કેન્દ્ર પર કામ કરતા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

માત્ર 25 મિનિટમાં થશે પાસપોર્ટમાં સુધારાનું કામ

હવે એઆઇ ફ્રેશ પાસપોર્ટની ઓનલાઇન અરજી કરતા અરજદારોની તમામ માહિતી આપોઆપ લઇ લેશે. જ્યારે રિન્યુ પાસપોર્ટ માટે જો અરજદારો પાસપોર્ટ, મોબાઇલ નંબર, સાચું મેલ આઇડી નાંખશે તો તુરંત જ તમામ ડેટા ઓપન થઇ જશે અને ફોર્મમાં ભરાઇ જશે. કોઇ ગુનાઇત ઇતિહાસ ધરાવતા અજદારોને કોઇ છુપાવી શકશે નહીં અને જો તે પ્રયાસ કરશે તો કાઉન્ટર પર એઆઇથી પકડાઇ જશે. પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એ-બી-સી એમ ત્રણ કાઉન્ટર આખી પાસપોર્ટ સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવામાં એક અરજદારને 45 મિનિટ જેટલો સમય લાગે છે. જે હવે ઘટીને ફક્ત 25 મિનિટ થઇ જશે.

પાસપોર્ટ પ્રક્રિયામાં AI: ફોટો સુધારી દેશે, પેમેન્ટ સરળ બનશે

રિન્યુ પાસપોર્ટ માટે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અરજદારોને ફરીથી તમામ માહિતી ભરવાની જરૂર પડશે નહીં કેમ કે પાસપોર્ટ, મોબાઇલ નંબર અને ઈમેલ આઇડી નાંખતા જ તમામ વિગતો ઓપન થઇ જશે. જો સુધારાવધારા કરવા હશે તોપણ થઇ શકશે જેથી અરજદારોને ફોર્મ ભરવાનો સમય વેડફાશે નહીં.
પાસપોર્ટની ફી હાલમાં ક્રેડિટ, ડેબિટ અને એસબીઆઇ ચલણ મારફતે લેવાય છે પરંતુ એઆઇથી પેમેન્ટની પ્રક્રિયા સરળ કરી ક્યૂઆર કોડ અને ભીમ એપ્લિકેશન દ્વારા અરજદારો ઓનલાઇન પેમેન્ટ સરળ રીતે કરી શકશે અને ખૂબ જ ઓછા સમયમાં ફોર્મ ભરાઇ જશે.

હાલમાં ચાર પેજના આખા માળખામાં વિગતો ભરવામાં સમય લાગે છે હવે ઓનલાઇન ફોર્મેટ બદલીને એઆઇના માધ્મથી બે પેજનું સરળ કરાતા સમય બચશે.
જો અરજદાર પાસપોર્ટની ગાઇડલાઇન મુજબ વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં ક્વોલિટી મુજબ ફોટો અપલોડ કરશે તો એઆઇ ઓટોમેટિક એપ્રૂવડ કરી દેશે.
સ્ટાફની અછત વચ્ચે મેનપાવર ઘટશે, કામ ઝડપી થશે : RPO

અમદાવાદના રિજનલ પાસપોર્ટ ઓફિસર અભિજિત શુક્લાએ જણાવ્યું કે પાસપોર્ટ કચેરી પાસે સ્ટાફની અછત છે. નવી ભરતીમાં ઘણી વખત વિલંબ થાય છે એઆઇના માધ્યમથી મેનપાવર ઘટશે, એટલે ઓછા કર્મચારીઓ વચ્ચે સારું અને ઝડપી કામ થશે.

ફોર્મમાં સ્પેલિંગની ભૂલ હશે તો AI એલર્ટ કરશે

​​​​​​​ફ્રેશ પાસપોર્ટ માટે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અરજદારે જો ડીજી લોકર એપ્લિકેશન દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા અપલોડ કરેલા હશે તો ઓટીપીના માધ્યમથી એઆઇ જાતે જ તમામ વિગતો પ્રાપ્ત કરી લેશે. અરજદારે ઝેરોક્ષની નકલ લાવવાની રહેશે નહીં. ફોર્મ ભરવામાં કોઇ સ્પેલિંગની ભૂલ હશે તો કાઉન્ટર પર જ એઆઇ એલર્ટ કરશે જેથી ભૂલ સુધારી શકાશે. ત્રણ RPOની હાજરીમાં AIની પ્રથમ બેઠક ભોપાલમાં મળી પાસપોર્ટના સોફટવેરમાં એઆઇ લાગુ કરાતા તેની પ્રથમ બેઠક ભોપાલ ખાતે મળી હતી. જેમાં દિલ્હીથી આવેલી એઆઇની ટીમ દ્વારા બે દિવસ ચાલેલા ટ્રેનિંગ સેશનમાં અમદાવાદ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના ત્રણ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર સાથે પ્રાદેશિક પાસપોર્ટ કચેરીના અધિકારીઓ જોડાયા હતા અને અરજદારોને કેવી રીતે ઉપયોગી નિવડશે તે આખી સિસ્ટમથી વાકેફ કરાયા હતા.

આ સમાચાર પણ વાંચો: Neuralink Brain chip: માત્ર વિચારોથી ચલાવ્યું લેપટોપ, મગજમાં ચિપ નંખાવનાર યુવકનો વીડિયો વાયરલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top