Neuralink Brain chip: માત્ર વિચારોથી ચલાવ્યું લેપટોપ, મગજમાં ચિપ નંખાવનાર યુવકનો વીડિયો વાયરલ

Elon Muskની કંપની Neuralinkએ એક અદ્ભૂત કામ કરીને બતાવ્યુ છે. Neuralinkએ સફળતાપૂર્વક એક વ્યક્તિના મગજમાં ચિપ ફિટ કરી હતી અને હવે તે વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. Neuralinkએ આ વીડિયોને X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જેને એલોન મસ્ક દ્વારા શેર કરાયો હતો. આ વીડિયો X પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ ગયો છે અને થોડા જ કલાકોની અંદર તેને લાખો લોકોએ જોયો છે.

વિડિયોમાં એવું તો શું ખાસ છે?
એક 29 વર્ષનો યુવક વ્યક્તિ નોલાન્દ નામનો યુવક આ વિડિયોમાં જોવા મળી રહ્યો છે. જેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. આ વ્યક્તિની પાસે ન્યુરાલીક એન્જિનિયર પણ નજરે ચડે છે. નોલાન્દના મગજમાં ચિપને ઈમ્પ્લાન્ટ કરાઈ છે. કેમકે તે થોડા સમય પહેલા જ ક્વોડ્રપ્લીજિક નામની બીમારીની ચપેટમાં આવી ગયો હતો. જેથી તેના ગરદનથી નીચેનું શરીર પેરાલાઈઝ થઈ ચૂક્યુ છે. વિડિયોમાં નોલાન્દ નામનો યુવક વ્હીલચેર પર જોવા મળે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે આ શખ્સ કોમ્પ્યુટર પર શતરંજ રમી રહ્યો છે અને જરૂર પડવા પર ગીતને પ્લે અને પોઝ કરીને પણ બતાવ્યુ. આ પૂરુ કામ તે માત્ર મગજમાં વિચારીને કરી રહ્યો છે અને તેણે કોઈ પણ વસ્તુને હાથ લગાવ્યો નથી. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Neuralink એ આ વીડિયોને પોતાના યુટ્યુબ અને X પ્લેટફોર્મ પર શેર કર્યો છે, જેને અમુક જ કલાકોની અંદર 41 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વિડીયોને 14 હજારથી વધુ વખત રિ-શેર કરાયો છે.

X પ્લેટફોર્મ પર યૂઝર્સે કર્યા વખાણ

X પ્લેટફોર્મ પર ઘણા યૂઝર્સ આ ટેકનિકના વખાણ કરતા નજર આવ્યા છે. એક યૂઝર્સે લખ્યુ કે આ હકીકતમાં અદ્ભુત છે. આનો ફાયદો કેટલાક સેક્ટરમાં પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. આ દિવ્યાંગજનો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ સમાચાર પણ વાંચો: Tech News: WhatsApp લાવ્યું નવું ફીચર જેની રાહ જોઈ રહ્યા હતા યુઝર્સ, હવે સ્ટેટસમાં કરી શકશે ટેગ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top