NEW RULES FOR SIM CARD: મોબાઈલ યુઝર્સ માટે મોટી ખબર, 1 જુલાઈથી લાગુ પડશે નવા નિયમો

મોબાઈલ સીમ કાર્ડના નવા નિયમો જાહેર થઈ ગયા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા 15 માર્ચે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી હતી. આ નિયમો 1 જુલાઈથી દેશમાં લાગુ કરવામાં આવશે. TRAIનું કહેવું છે કે નિયમોમાં બદલાવ કરવાથી ફ્રોડ અને હેકિંગ જેવી ઘટનાઓ રોકી શકાશે. જોકે આ નિયમોથી સામાન્ય યુઝર્સને અમુક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે.

નિયમોમાં શું બદલાવ આવ્યો?

નવા નિયમો પ્રમાણે જો મોબાઈલ યુઝર્સે તેમનું સીમ કાર્ડ હાલમાં જ સ્વેપ કર્યું હશે તો તેઓ મોબાઈલ નંબર પોર્ટ કરી શકાશે નહીં. તમને જણાવી દઈએ કે સીમ કાર્ડની અદલા-બદલીને સીમ સ્વેપિંગ કહે છે. સીમ કાર્ડ ખોવાઈ કે તૂટી જવાથી ટેલિકોમ ઓપરેટર દ્વારા નવું સીમ કાર્ડ લઈ શકાય છે, જેને સીમ સ્વેપિંગ કહે છે.

નવા નિયમથી શું ફાયદો થશે?

TRAIના કહ્યા મુજબ આ નિયમને ફ્રોડની ઘટનાઓ રોકવા માટે લાગુ પાડવામાં આવી રહ્યો છે. જેના લીધે નવા નિયમ મુજબ છેતરપિંડી કરનારાઓને સીમ સ્વેપિંગ કર્યા પછી તરત જ મોબાઇલ કનેક્શનને પોર્ટ કરવાથી અટકાવવામાં આવશે.

શું છે સીમ સ્વેપિંગ?

હાલના સમયમાં સીમ સ્વેપિંગથી થતાં ફ્રોડ વધી રહ્યા છે. જેના લીધે ફ્રોડ કરનારાઓ કોઈ પણ વ્યક્તિના પાન કાર્ડ અને આધાર કાર્ડનો ફોટો એકદમ સરળતાથી મેળવી લે છે. ત્યારબાદ ફોન ખોવાઈ જવાના બહાનાથી નવું સીમ કાર્ડ ખરીદે છે. જેના લીધે તમારા નંબર પર આવતા દરેક ઓટીપી ફ્રોડ કરનાર પાસે પહોંચી જાય છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયાની ભલામણ:

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા(TRAI)એ દૂરસંચાર વિભાગને નવી સર્વિસ શરૂ કરવાની ભલામણ કરી છે. જેમાં કોઈ પણ નંબર યુઝર્સના કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ હોય કે ન હોય તેમ છતાં દરેક ફોન કૉલ્સનું નામ ડિસ્પ્લે થવું જોઈએ. જેથી ફ્રોડની ઘટનાઓ પર અંકુશ લગાવી શકાય. અમુક લોકોએ આ નિયમ સામે પ્રાઈવેસીને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : અમિત શાહની ગાંધીનગર સીટ પર આ દિવસે થશે મતદાન, 2019માં તોડ્યો હતો અડવાણીનો રેકોર્ડ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top