Whatsapp New Features

Tech News: WhatsApp લાવ્યું નવું ફીચર જેની રાહ જોઈ રહ્યા હતા યુઝર્સ, હવે સ્ટેટસમાં કરી શકશે ટેગ

Tech News: Metaની સ્વામિત્વવાળી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp હવે એક એવા ફીચર પર કામ કરી રહી છે જેના આવ્યા બાદ આપ કહેશો કે આની તો અમે ક્યારનીય રાહ જોઈ રહ્યા હતા. WhatsApp સ્ટેટસ ફીચર માટે એક મોટું અપડેટ જાહેર કરવાનું છે ત્યારબાદ કેટલાક લોકો માટે આ ફીચર મોટી તકલીફનું કારણ બની જશે. પરંતુ કેટલાક લોકો માટે આ ગિફ્ટ જેવું પણ હશે.

WhatsApp સ્ટેટસમાં કરી શકાશે ટેગ
WhatsApp એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર આવ્યા બાદ પોતાના સ્ટેટસમાં કોઈને પણ ટેગ કરી શકાશે. આ એવું જ છે જેમ કે પહેલાથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં છે. પોતાના સ્ટેટસમાં જેને ટેગ કરશો તે વ્યક્તિને પોતે ટેગ થયો છે તેનું નોટિફિકેશન મળશે.

સરળ શબ્દોમાં કહીએ તો તમે જેના માટે સ્ટેટસ મુકશો તેને કોઈ પણ સ્થિતિમાં તેને જોવું પડશે. WhatsAppના આ નવા ફીચરની માહિતી Wabetainfoએ આપી છે. નવા ફીચરનું ટેસ્ટિંગ Whatsapp Androidના બીટા વર્ઝન 2.24.6.19 પર થઈ રહ્યું છે. જો તમે પણ એક બીટા યુઝર છો તો તમે આ ફિચરને જોઈ શકો છો અને તેનો ઉપયોગ પણ કરી શકો છો.

નોંધનીય છે કે, વોટ્સઅપ વધુ એક પ્રાઈવસી ફીચર પર કામ કરી રહ્યું છે જે લોંચ થયા બાદ પ્રોફાઇલ ફોટોનો સ્ક્રીનશોટ નહીં લઈ શકાય. WhatsApp આ પ્રેક્ટિસને બંધ કરવા માંગે છે. નવું ફીચર WhatsAppની પ્રાઈવસીનો જ હિસ્સો છે. કહેવામાં આવી રહ્યું છે કે નવું અપડેટ આવ્યા કોઈ પણ વૉટ્સઅપ પ્રોફાઇલનો સ્ક્રીનશોટ તો લઈ શકશો પણ તે બ્લેક હશે એટલે કે ફોટો દેખાશે નહીં. હાલમાં વૉટ્સઅપના ફીચરનું ટેસ્ટિંગ બીટા વર્ઝન પર થઈ રહ્યું છે. નવું ફીચર Whatsapp Androidના બીટા વર્ઝન 2.24.4.25 પર જોવા મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ હાજીર હો…! સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાત મામલે સમન્સ પાઠવ્યા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top