માત્ર 10 હજારમાં ફરી શકશો આ અદભૂત સ્થળ, જાણો સમગ્ર માહિતી

ઉનાળાની શરૂઆત થાય એટલે દરેક લોકો વેકેશનની પ્લાનિંગ શરૂ કરી દેતા હોય છે. લોકોમાં આજકાલ હિલસ્ટેશનના પ્રવાસનો ક્રેઝ વધુ જોવા મળે છે. આપના દેશમાં હિલ સ્ટેશનના ઘણા પ્રવાસન સ્થળો છે. પરંતુ હિલસ્ટેશનનો પ્રવાસ મોંઘો પડી જશે, ખૂબ ખર્ચ થશે એવું માનીને અમુક લોકો હિલસ્ટેશન પર ફરવા જવાનું ટાળી દેતા હોય છે. પરંતુ આ લેખમાં અમે તમને એવું હિલસ્ટેશન જણાવા જઈ રહ્યા છીએ જેની મુલાકાત તમે માત્ર 10 હજારમાં લઈ શકશો.

કઈ છે આ જગ્યા?

માત્ર 10 હજારમાં તમે મનાલીમાં મજા કરી શકો છો. મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલું સુંદર હિલસ્ટેશન છે. કુલુથી માત્ર 40 કીમીના અંતરે આવેલું મનાલી સમુદ્ર સપાટીથી આશરે 1926 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. લીલાછમ જંગલો અને પહાડો વચ્ચે ઘેરાયેલા આ વિસ્તારને ગ્લેશિયરની હિમનદી તરીકે પણ ઓળખાય છે. અહીં તમે નયનરમ્ય કુદરતી દ્રશ્યો, હિડમ્બા દેવીનું પ્રસિદ્ધ મંદિર અને બીજી અનેક જગ્યાએ ઘણી બધી રાઇડસની મજા શકો છો.

મનાલીનો શ્રેષ્ઠ સમય
મનાલીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઑક્ટોમ્બરથી ફેબ્રુઆરીનો માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મનાલીમાં સ્નો ફોલની મજા લઈ શકાય છે.

ફરવા લાયક સ્થળો

 1. હિડમ્બા મંદિર
  પૈગોડા ઘાટ પર ભીમની પત્ની હિડમ્બા દેવીનું મંદિર આવેલું છે. તેનું નિર્માણ 1553 માં કરાયું હતું. અહી દર વર્ષે મે મહિનામાં મેળો ભરાય છે.
 2. રોહતાંગ
  માનળીથી 51 કીમીન અંતરે રોહતાંગ આવેલું છે. જએ જૂનથી સપ્ટેમ્બર મહિનામાં પર્યટકો માટે ખુલ્લુ રહે છે. વૉશવાની સૌથી વધુ હિમવર્ષા રોહતાંગમાં થાય છે. કુલુ-મનાલીની ખીણ તથા લોહૌલ સ્પિતીની ખીણને રોહતાંગ અલગ કરે છે.
 3. નહેરુકુંડ
  નહેરુ કુંડ મનાલીમાં આવેલ અદભૂત કુદરતી સ્થળ છે. જે મનાલીથી માત્ર 5 કીમીન અંતરે આવેલ છે.
 4. સોલંગઘાટી
  શિયાળુ રમોત્સવ માટે જાણીતું સોલંગઘાટી માનળીથી માત્ર 13 કીમીના અંતરે આવેલું છે. મનાલી અને કોઠીની વચ્ચે ગ્લેશિયરોની ખીણ આવેલી છે.

મનાલીમાં ખરીદી માટે બ્લેન્કેટસ, સફરજન, શાલ, કુલુ ટોપી વગેરે ખરીદી શકાય છે.

આ પણ વાંચો: જાપાન કે બ્રિટન નહીં પરંતુ ભારતમાં છે આ રળિયામણું શહેર, જાણો પ્રવાસની સમગ્ર માહિતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top