જાપાન કે બ્રિટન નહીં પરંતુ ભારતમાં છે આ રળિયામણું શહેર, જાણો પ્રવાસની સમગ્ર માહિતી

ગરમીની શરૂઆત થાય અને સૌ કોઈ વેકેશનની પ્લાનિંગ શરૂ કરી દેતું હોય છે. તો આજે જાણો ઉત્તરાખંડમાં આવેલા એક એવા શહેર વિશે કે જે ગરમીમાં પણ રળિયામણું લાગે છે. ત્યાં જઈને તમે બ્રિટન કે જાપાનમાં હોવાનો અનુભવ કરશો. જાણો સમગ્ર માહિતી.

ઉત્તરાખંડમાં આવેલું નૈનીતાલ ભારતના ફેમસ હિલ સ્ટેશનોમાંનું એક છે. જે તેના પ્રવાસન સ્થળોની સાથે સાથે બ્રિટિશકાળથી ચાલતી આવતી કોલેજ અને યુનિવર્સિટી માટે પણ જાણીતું છે.ચાલો જાણીએ નૈનીતાલમાં ફરવા લાયક પ્રવાસન સ્થળો વિશે.

નૈની તળાવ
નૈનીતાલ ભારતના cities of the lakes માંનું એક શહેર છે. નૈનીતાલનું સૌથી પ્રસિદ્ધ તળાવ નૈની તળાવ છે. અહીં તમે બોટિંગની મજા લઈ શકો છો. નૈની તળાવની નજીકમાં જ નૈનિતાલનો ફેમસ મોળ રોડ અને નૈના દેવીનું મંદિર આવેલું છે.

સ્નો વ્યૂ પોઈન્ટ
નૈનિતાલના સ્નો વ્યૂ પોઈન્ટ સુધી પહોંચવા માટે તમારે રોપવેનો ઉપયોગ કરવો પડશે. અહીથી તમે હિમાલયની સુંદર પર્વતમાળાઓ જોવાનો અને નૈની તળાવનો ભવ્ય નજારો જોઈ શકશો. સ્નો વ્યૂ પોઈન્ટમાં બાળકોના રમવા માટે વિવિધ રાઇડ્સ આવેલી છે.

મોલ રોડ નૈનીતાલ
નૈનિતાલનો મોલ રોડ ખરીદી માટે ખૂબ જ પ્રસિધ્ધ છે. અહી આવીને તમને ક્ષણભર એવું લાગશે કે તમે જાપાન કે બ્રિટનની બજારમાં પહોંચી ગયા છો. મોળળ રોડમાં તમે નૈનીતાલની વિવિધ વાનગીઓ ખાવાની મજા પણ લઈ શકશો.

નૈનીતાલ ઝૂ
જો તમારે હિમાલયના રીંછ, ચિત્ત અને દીપડા જેવા પ્રાણીઓને જોવા હોય તો તમે નૈનિતાલના ઝૂની મુલાકાત લઈ શકો છો.

નૈનાદેવી ટેમ્પલ
નૈના દેવીનું મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. માન્યતા છે કે નૈનિતાલનું તળાવ દેવી સતીની આંખ પડવાથી નિર્માણ પામ્યું હતું.

નૈના પીક(ચીના પીક)
નૈનાપીક સુધી જવા માટે તમારે 3 કિમીનું ચઢાણ કરવું પડશે. ત્યાંથી તમે તિબેટની બોર્ડર, નૈની તળાવ અને કુદરતી નજારાની ભવ્યતા માણી શકશો.

આ સિવાય તમે લોકલ ગાઈડ દ્વારા નૈનીતાલ ફરવાની ઘણી મજા લઈ શકો છો.

કેવી રીતે પહોંચશો?
નૈનીતાલ પહોંચવા માટેનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે. જે નૈનીતાલથી 23 કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાંથી તમે બસ કે અન્ય સાધન કરીને નૈનીતાલ પહોંચી શકો છો. જો તમારે હવાઈ માર્ગે જવું હોય તો નૈનિતાલથી 70 કિલોમીટર દૂર પન્તનગર એરપોર્ટ પર ઉતરી શકો છો. ત્યાંથી બસ દ્વારા તમે નૈનીતાલ પહોંચી શકો છો.

કેટલો ખર્ચ થશે?
નૈનીતાલ જવા માટે વ્યક્તિદીઠ રૂપિયા 4000થી પેકેજની શરૂઆત થાય છે. તમે તમારી સુવિધા અને જોઈતી સગવડોને આધારે નૈનીતાલના પેકેજની ઓનલાઈન કે ઓફલાઇન બૂકિંગ કરવી શકો છો.

આ પણ વાંચો: આ હિલ સ્ટેશનો પર નથી પાસપોર્ટની જરૂર, તમે દસ્તાવેજો વિના પણ અહીં જઈ શકો છો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top