ઉનાળામાં દેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, જોવા મળશે શાનદાર નજારો

માર્ચ-એપ્રિલથી ભારતમાં ઉનાળાની શરૂઆત થઈ જાય છે. એવી ગરમી જેનાથી રાહત મેળવવા માટે લોકો રજાઓ મળતા જ હિલ સ્ટેશન જવાનું પસંદ કરે છે. દિલ્હીની આસપાસ રહેતા લોકો તો ઉત્તરાખંડ અને હિમાચલ જ સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન લાગે છે પરંતુ આ જ કારણે આ સ્થળો પર સૌથી વધુ ભીડ પણ રહે છે. જો ક્યાંક તમે પોતાના લોન્ગ વીકેન્ડમાં જવાનો પ્લાન કરી દીધો તો પછી ઘણા કલાક ટ્રાફિકમાં જ પસાર થવુ પડે છે. આ દરમિયાન ત્યાં હોટલ પણ ફુલ રહે છે. જેના કારણે યોગ્ય રીતે એન્જોયમેન્ટ થતી નથી. તો આ લેખમાં જાણો કે આ સ્થળો કયા છે અને ત્યાં જવાનો યોગ્ય સમય કયો છે.

કાશ્મીર

માર્ચ-એપ્રિલમાં કાશ્મીર જઈને લીલીછમ ખીણોનો નજારો જોઈ શકો છો. તેને કેમ ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે તેનો અંદાજો તમને ત્યાં જઈને જ આવી જશે. ચોમાસા સિવાય કાશ્મીર ફરવાનો તમે ગમે ત્યારે પ્લાન બનાવી શકો છો. શિયાળામાં આ સ્થળ સંપૂર્ણ બરફથી ઢંકાયેલુ રહે છે. જેના કારણે ઘણી વખત ફરવાનું મુશ્કેલ થઈ જાય છે પરંતુ એપ્રિલ એકદમ બેસ્ટ છે. પહલગામ, ગુલમર્ગ, સોનમર્ગ જેવા ઘણા સ્થળો છે જ્યાંની સુંદરતા અદ્ભુત છે.

પંચમઢી

જો તમે હિલ સ્ટેશન્સ જ જવા ઈચ્છો છો પરંતુ જ્યાં ભીડ ન હોય અને રહેવાની અગવડ ન હોય તો મધ્યપ્રદેશના એકમાત્ર હિલ સ્ટેશન પંચમઢીનો પણ પ્લાન કરી શકો છો. સાતપુરાના પહાડ પર સ્થિત પંચમઢીના શિખરોથી દૂર સુધી હરિયાળીનો નજારો તમને મંત્રમુગ્ધ કરી દેશે. પંચમઢી જઈને તમને કુદરતની નજીક હોવાનો અહેસાસ થશે. પંચમઢીમાં તમને ઘણા વોટરફોલ્સ અને ગુફાઓ જોવા મળશે. જો તમે ટ્રેકિંગના શોખીન છો તો ત્યાં તેની પણ તક મળશે.

ઊટી

ઊટી માત્ર હનીમૂન ડેસ્ટિનેશન નથી પરંતુ ત્યાં તમે ફેમિલી કે ફ્રેન્ડ્સની સાથે જઈને પણ ધમાલ-મસ્તી કરી શકો છો. કુદરતી સુંદરતાથી ભરપૂર આ સ્થળ એડવેન્ચર લવર્સને પણ ખૂબ પસંદ આવશે. ઊટી ફરવાની સીઝન એપ્રિલથી જ શરૂ થાય છે. આમ તો ત્યાં ફરવાના સ્થળોની કોઈ અછત નથી પરંતુ ત્યાં ડોડ્ડાબોટ્ટા પીક અને ટાઈગર હિલ્સને જોવી જરૂરી છે. ત્યાં ચા ના બગીચાની ફોટોગ્રાફી પણ તમારી ટ્રિપને યાદગાર બનાવી દેશે.

મેઘાલય

મેઘાલય ફરવા માટે પણ એપ્રિલનો મહિનો બેસ્ટ છે જ્યાં વધુ ઠંડી કે ગરમી હોતી નથી. એડવેન્ચર અને નેચર લવર્સ માટે તો આ સ્થળ જન્નત છે. દર થોડા અંતરે તમને ધોધ જોવા મળી જશે. જોકે અમુક ધોધને જોવા માટે તમારે લાંબી ટ્રેકિંગ પણ કરવી પડી શકે છે પરંતુ તમને ત્યાં પહોંચીને અલગ જ નજારો જોવા મળે છે. આ સિવાય ત્યાં તમે વિશ્વનું સૌથી સ્વચ્છ ગામ જોઈ શકો છો.

આ સમાચાર પણ વાંચો: માત્ર 10 હજારમાં ફરી શકશો આ અદભૂત સ્થળ, જાણો સમગ્ર માહિતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top