દુનિયાની એવી જગ્યાઓ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય, જાણો સમગ્ર માહિતી

PLACES WILL SHOCK YOU: અજાયબીઓથી ભરેલી આ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જેના પાછળનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ શોધી નથી શક્યા. નજર કરીએ એવા સાત સ્થળોની જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય.

બ્લડ ફોલ:
એન્ટાર્કટિકામાં આવેલા આ સ્થળ વિષે વૈજ્ઞાનિકો દાવો કરે છે કે અહીંયા પાણીમાં આયર્નની માત્ર વધારે હોવાથી તેનો રંગ લાલ છે. પહેલી નજરે જોતાં તો એવું લાગે કે અહીં લોહીની નદી વહી રહી છે.

કેન ક્રિસ્ટલ્સ:
કોલંબિયામાં આવેલી આ જગ્યા પર ઉનાળામાં પાણી લાલ થઈ જાય છે. અહીં વિચિત્ર આકારના વૃક્ષો અને છોડ પણ આવેલા છે.

ડેડ સી:
જોર્ડનમાં આવેલા આ દરિયામાં કોઈ ડૂબી શકતું નથી. કેમકે તેના પાણીમાં ક્ષાર અને મીઠાની માત્ર વધારે હોવાથી કોઈ પણ વસ્તુ તેમા તરવા લાગે છે. પાણીની ઘનતા વધુ હોવાથી અહિયાં કોઈ પણ પ્રકારના જળચર જીવો રહેતા નથી.

જેકબ વેલ:
અમેરિકન વિમ્બલીમાં આવેલી આ જગ્યાએ 100 થી વધુ લોકો ગાયબ થઈ ચૂક્યા છે. લોકો અહીંના પાણીમાં નાહવા જાય અને ગાયબ થઈ જાય છે. છતાંયે આ સ્થળ પર લોકો ફરવા જાય છે.

ઇલાહા દા ક્યુઈમાદા:
બ્રાઝીલના ઇલાહા દા ક્યુઈમાદા બેટ પર સાપોની ભરમાર છે. આ સ્થળ પર 3 ફૂટના વિસ્તારમાં જ 4 થી 5 જેટલા સાપ જોવા મળે છે. અહીં સપોની આટલી સંખ્યા હોવા પાછળનું કારણ આજ સુધી જાણી શકાયું નથી.

ચોલુલા પિરામિડ:
મેક્સિકોમાં આવેલો આ પિરામિડ એક રહસ્ય છે. આ પિરામિડ કોણે અને ક્યારે બનાવ્યો તેનું રહસ્ય જાની શકાયું નથી. આ પિરામિડનો આકાર મંદિર જેવો છે જેના પર ચઢવા માટે સીડીઓ પણ બનાવેલી છે.

દનાકીલનું રણ:
ઇથોપિયામાં આવેલા આ રણને ક્રૂઅલેસ્ટ પ્લેસ ઓફ ધ અર્થ તરીકે ઓળખાય છે. અહીનું તાપમાન સમગ્ર વર્ષ દરમિયાન 48 ડિગ્રી સેલ્સિયસ રહે છે. અહીંયા એસિડના ફુવારા થાય છે. ઉપરાંત ઝેરી ગેસ નીકળે છે. અહીં તળાવનું પાણી અચાનક ગરમ થઈ જાય છે. જેનું કારણ જ્વાળામુખી પ્રવૃતિઓ છે. આ રણ ઢાળ રૂપી જ્વાળામુખી પર આવેલું છે. અહીં માનવ જીવન અસંભવ છે.

આ સમાચાર પણ વાંચો: જાપાન કે બ્રિટન નહીં પરંતુ ભારતમાં છે આ રળિયામણું શહેર, જાણો પ્રવાસની સમગ્ર માહિતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top